સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એકતા પદયાત્રાનું આયોજન કરાયું. આ પદયાત્રાઓમાં સ્વચ્છતા અભિયાન, સામાજિક કલ્યાણની પ્રવૃતિઓ, આત્મનિર્ભર ભારત, સ્વદેશી મેળાનું આયોજન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના આંબલી ખાતેથી એકતા યાત્રાને પ્રસ્થાન કરાવશે. આ યુનિટી માર્ચમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, ઉર્જા અને મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં સુરતના મજુરા ખાતે પદયાત્રા યોજાઈ હતી. 8 કિલોમીટર લાંબી આ પદયાત્રામાં 20 હજારથી વધુ રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાયા હતા.નિકોલમાં યોજાયેલી પદયાત્રામાં રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, રાજ્યમંત્રી દર્શના વાઘેલા અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત અનેક મહાનુભાવો અને મોટી સંખ્યામાં જોડાયા હતા.અમદાવાદના રાણીપમાં યોજાયેલી યુનિટી યાત્રામાં સરદાર બાગ ખાતે 150મી જન્મ જયંતીના સ્મરણમાં સરદાર સાહેબે 562 રજવાડાઓને ભારત સાથે જોડ્યા 562 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. સરદાર સાહેબના દીકરી મણીબેનના સ્મરણમાં આ વૃક્ષોનું વાવેતર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.એકતા પદયાત્રા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવનીથી સોમનાથ સુધીની જિલ્લાકક્ષાની ભવ્ય પદયાત્રા યોજાઈ.ડીસા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ, રાજ્યમંત્રીશ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને ભવ્ય પદયાત્રાનું આયોજન કરાયું હતું. પદયાત્રા દરમિયાન સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને યોગ શિબિર જેવા વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.વ્યારા ખાતે યોજાયેલી એકતા યાત્રા પૂર્વે અખંડ ભારતની ભવ્ય રંગોળીનું પ્રદર્શન કરાયું હતું.
Site Admin | નવેમ્બર 17, 2025 9:18 એ એમ (AM)
મુખ્યમંત્રી અમદાવાદના આંબલી ખાતે આજે યુનિટી રનને પ્રસ્થાન કરાવશે, રાજ્યમાં અનેક સ્થળોએ એકતા યાત્રા યોજાઇ