મુંબઈમાં યોજાયેલ વિશ્વ શ્રવ્ય દ્રશ્ય અને મનોરંજન સંમેલન-વેવ્ઝ 2025નું આજે સમાપન થશે. આજે સંમેલનના અંતિમ દિવસે ફિલ્મ નિર્માણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ગુરુવારથી શરૂ થયેલા ચાર દિવસીય સંમેલનનું ઉદ્ઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ‘કનેક્ટિંગ ક્રિએટર્સ, કનેક્ટિંગ કન્ટ્રીઝ’ વિષયવસ્તુ સાથે, આ સંમેલન ભારતને મીડિયા, મનોરંજન અને ડિજિટલ નવીનતા માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા તૈયાર છે. સંમેલનમાં 90 થી વધુ દેશોના 10 હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લઇ રહ્યા છે. આ સાથે વેવ્સના ત્રીજા દિવસે, મોશન પિક્ચર એસોસિએશન-એમપીએએ ભારતના ફિલ્મ, ટેલિવિઝન અને સ્ટ્રીમિંગ ક્ષેત્રોના દેશના અર્થતંત્ર પર પરિવર્તનશીલ પ્રભાવને પ્રકાશિત કરતો એક અહેવાલ રજૂ કરાયો હતો. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન અને MPA પ્રમુખ અને સીઈઓ ચાર્લ્સ રિવકિન આ પ્રસંગે હાજર રહ્યા હતા. ડૉ. મુરુગને નીતિઓ, ઉત્પાદન પ્રોત્સાહનો અને બૌદ્ધિક સંપદા સંરક્ષણ દ્વારા સમર્થિત સર્જક-પ્રથમ ઇકોસિસ્ટમ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો.
Site Admin | મે 4, 2025 9:51 એ એમ (AM)
મુંબઈમાં યોજાયેલા ચાર દિવસના –વેવ્ઝ સંમેલનનું આજે સમાપન થશે
