ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 31, 2025 1:53 પી એમ(PM)

printer

મિસ વર્લ્ડ 2025નો ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે.

મિસ વર્લ્ડ 2025નો ગ્રાન્ડ ફિનાલે આજે સાંજે હૈદરાબાદમાં યોજાશે. તેલંગાણામાં છેલ્લા એક મહિનાથી ચાલી રહેલી સ્પર્ધામાં કુલ 108 સ્પર્ધકોએ શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં ભાગ લીધો છે. અમારા સંવાદદાતાના અહેવાલમાં જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં વર્ષ 2017ના મિસ વર્લ્ડ માનુષી છિલ્લર દ્વારા વિશેષ પ્રસ્તુતિ કરાશે.
ઉપરાંત અભિનેતા સોનુ સૂદને મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડ એનાયત કરાશે. ઉલ્લેખનીય છે કે ભારતના નંદિની ગુપ્તા સહિત 16 સ્પર્ધકો વિવિધ શ્રેણીમાં ટોચના 40માં સ્થાન મેળવી ચૂક્યા છે. જ્યારે નિર્ણાયકો બાકીના 24 સ્પર્ધકોની પસંદગી કરશે અને અંતે મિસ વર્લ્ડ 2025ના વિજેતા જાહેર કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ