મિઝોરમમાં, લોંગટલાઈ શહેરમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલન બાદ એક હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં અનેક લોકોના મોતની આશંકા છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ગઇકાલે આ દુર્ઘટના સરહદ નજીક બજાર વેંગ અને ચાંદમારી વિસ્તારોમાં બની હતી.
રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ અને સેનાના નેતૃત્વમાં બચાવ કામગીરી ચાલી રહી છે. મિઝોરમમાં ગઈકાલથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલન અને ખડકો ધસી પડ્યા છે.
Site Admin | મે 31, 2025 1:58 પી એમ(PM)
મિઝોરમના લોંગટલાઇ શહેરમાં હોટલ સહિત છ મકાનો ધરાશાયી થતાં કેટલાંકના મોત થયા હોવાની આશંકા
