ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 5, 2025 9:52 એ એમ (AM)

printer

માહિતી અધિકાર અધિનિયમ-2005ના સરળ, ઝડપી, અસરકારક અમલ માટે પાંચ પાનાની માહિતી વિનામૂલ્યે આપવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો

જાહેર વહીવટમાં પારદર્શિતા તથા જવાબદારી લાવવાના આશયથી અમલમાં મૂકાયેલ માહિતી આધિકાર અધિનિયમ-૨૦૦૫ ના અસરકાર, સૂચારુ અમલ માટે ગુજરાત માહિતી આયોગે કેટલીક ભલામણો કરી હતી.વિધાનસભા સમક્ષ રજુ કરેલ વર્ષ – 2023-24ના વાર્ષિક વહીવટી અહેવાલમા કરાયેલી આ ભલામણોને રાજ્ય સરકારે સ્વીકારી છે. જેમાં પાંચ પાના સુધીની માહિતી વિનામૂલ્યે આપવી, સરકારી રેકર્ડને યથાયોગ્ય રીતે વર્ગીકૃત કરીને તેની અનુક્રમણિકા સાથે જાળવણી કરી તેને યોગ્ય રીતે વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવું અને ઇ-મેઇલથી/ઓનલાઇન માહિતી માંગવામાં આવે ત્યારે ફોટો પાડીને માહિતી મોકલી આપવી, ત્યારબાદ તેને તે માહિતી ભૌતિક સ્વરૂપે મોકલી આપવાની રહેશે નહીં. તે સહિતની ચાર ભલામણોનો સ્વીકાર કર્યો છે..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ