આગામી 6 એપ્રિલે શરૂ થતાં માધવપુર મેળામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થી વધુ ખેલાડીઓ વિવિધ રમત-ગમત પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. જેમાં રાજ્યના 352 પુરુષો અને 272 મહિલાઓ મળીને કુલ 624 ખેલાડીઓ ભાગ લેશે.
ગુજરાત સરકાર આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દ્વારા ખેલ પ્રતિભાઓને પ્રોત્સાહન આપી રહી છે. માધવપુરના દરિયાકિનારે 5 A-સાઇડ બીચ ફૂટબૉલ, બીચ કબડ્ડી, અખાડા કુસ્તી, રસ્સાખેંચ, 80 અને 60 મીટર બીચ રન, કોકોનટ થ્રો જેવી રમતોની રંગત જામશે.આ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવાની અને દરિયા કિનારાના સુંદર વાતાવરણમાં રમતોનો આનંદ માણવાની અનોખી તક પૂરી પડે છે.
Site Admin | એપ્રિલ 2, 2025 7:45 પી એમ(PM)
માધવપુર મેળામાં આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 600થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
