ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ડિસેમ્બર 7, 2024 7:28 પી એમ(PM)

printer

માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન,અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય :કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, માથાદીઠ રક્તદાન, ચક્ષુદાન,અંગદાન અને સેવાભાવી સંગઠનોની સંખ્યામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય છે. ગાંધીજીના સેવા અને પરોપકારના સંસ્કાર ગુજરાતીઓના ગળથૂંથીમાં જીવે છે. ગુજરાત લોકકલા સેવા ટ્રસ્ટની સ્થાપનાના 35 વર્ષમાં પ્રવેશની ઉજવણી પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.શ્રી શાહે બંધારણમાં વર્ણવેલી કલ્યાણ રાજ્યની પરિકલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારની પ્રશંસા કરી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે,સરકારની સાથે ગુજરાત લોકસેવા ટ્રસ્ટ જેવા સેવાભાવી સંગઠનો અને સામાજીક કાર્યકરો જોડાય ત્યારે જ કલ્યાણ રાજ્યના લોકોના લક્ષ્યો સિધ્ધ થતાં હોય છે. ગુજરાત લોકસેવા સંગઠનના ટ્રસ્ટી રોહન ગુપ્તાએ સંગઠનની માહિતી આપી હતી.