ઓક્ટોબર 9, 2025 7:39 એ એમ (AM)

printer

મહેસાણા ખાતેથી આજથી સૌપ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો મુખ્યમંત્રી આરંભ કરાવશે

ઉત્તર ગુજરાતના મહેસાણા ખાતે આજથી સૌપ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પરિષદનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઉપસ્થિત રહેશે.
ડેરી અને ફૂડ પ્રોસેસિંગ, કૃષિ અને કૃષિ આધારિત ઉદ્યોગો, ઓટોમોબાઈલ ઘટકો, એન્જિનિયરિંગ, નવીનીકરણીય ઉર્જા અને પર્યટન ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ ભારત @2047ના વિઝન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો ઉદ્દેશ્ય વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાને રાજ્યના દરેક ક્ષેત્રમાં લઈ જવાનો છે.