મહેસાણાની કડી અને જુનાગઢની વિસાવદર બેઠક પર યોજાનારી પેટા-ચૂંટણી માટેના ઉમેદવારીપત્રોની ગઈકાલે ચકાસણી કરવામાં આવી. ચૂંટણી પંચની યાદી મુજબ, કડી બેઠક માટે 18 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. તેમાંથી 16 ઉમેદવારના ઉમેદવારીપત્ર સ્વીકારાયા. જ્યારે બે ઉમેદવારીપત્ર રદ કરાયા છે. બીજી તરફ વિસાવદર બેઠક માટે 31 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી. જેમાંથી 24 ઉમેદવારી પત્રો સ્વીકારાયા હતા જ્યારે 7 ઉમેદવારીપત્ર રદ કરાયા હતા.
બંને બેઠકની પેટા-ચૂંટણી માટે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ પાંચ જૂન છે.ઉલ્લેખનીય છે કે, કડી બેઠક પર ધારાસભ્ય કરસન સોલંકીના અવસાન અને વિસાવદર બેઠક પર ભૂપત ભાયાણીના રાજીનામા બાદ આ બંને બેઠક ખાલી પડી હતી. બંને બેઠકો માટે આગામી 19 જૂને મતદાન અને 23 જૂન મતગણતરી હાથ ધરાશે.
Site Admin | જૂન 4, 2025 10:36 એ એમ (AM)
મહેસાણાની કડી બેઠક પર 16 અને જૂનાગઢની વિસાવદર બેઠક પર 24 ઉમેદવારી પત્રો સ્વીકારાયા
