મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ઉપસ્થિતિમાં ગઈકાલે ગઢચિરોલી જિલ્લામાં બાર કટ્ટર નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ તેમને બંધારણની એક નકલ અર્પણ કરી હતી. શ્રી ફડણવીસે મહારાષ્ટ્ર-છત્તીસગઢ સરહદ પર આવેલા જિલ્લાના છેવાડાના નક્સલ પ્રભાવિત વિસ્તાર કવાંડે ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીની આ વિસ્તારની પહેલી મુલાકાત છે.આ પ્રસંગે પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે જેમણે શસ્ત્રો મૂક્યા હતા તેઓ મુખ્ય પ્રવાહમાં જોડાવા અને દેશ અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવા માંગે છે. તેમણે કહ્યું કે છેલ્લા 18 મહિનામાં રાજ્યમાં 28 માઓવાદીઓ માર્યા ગયા, 31 ની ધરપકડ કરવામાં આવી અને 44 એ આત્મસમર્પણ કર્યું છે. આવતા વર્ષે માર્ચ સુધીમાં નક્સલવાદનો અંત લાવવાનો દાવો કરતા તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં ખૂબ ઓછા સક્રિય નક્સલીઓ બાકી છે. આ બાકીના નક્સલીઓને આત્મસમર્પણ કરવા અથવા કાર્યવાહીનો સામનો કરવાનો સંદેશ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો તેઓ આત્મસમર્પણ કરશે, તો સરકારી નીતિ મુજબ તેમનું પુનર્વસન કરવામાં આવશે. શ્રી ફડણવીસે 13 ભૂતપૂર્વ નક્સલવાદીઓના સમૂહ લગ્નમાં પણ હાજરી આપી હતી.
Site Admin | જૂન 7, 2025 8:49 એ એમ (AM)
મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં બાર કટ્ટર નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મ સમર્પણ કર્યું
