ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 9, 2025 9:16 એ એમ (AM)

printer

મહારાષ્ટ્રના અહેમદનગરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDOની નવ સંરક્ષણ પ્રણાલીની તકનીકીઓને 10 ભારતીય ઉદ્યોગોમાં સ્થાનાંતરિત કરી

મહારાષ્ટ્રના અહેમદનગરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન-DRDOની વાહન સંશોધન અને વિકાસ સ્થાપના-VRDEએ નવ સંરક્ષણ પ્રણાલીની તકનીકીઓને 10 ભારતીય ઉદ્યોગોમાં સ્થાનાંતરિત કરી છે. સિસ્ટમોમાં રાસાયણિક, જૈવિક, રેડિયોલોજીકલ, પરમાણુ રીસ વાહન, માઉન્ટ ગન સિસ્ટમ, આતંકવાદ વિરોધી વાહન અને વજ્રા-રાયોટ કંટ્રોલ વાહનનો સમાવેશ થાય છે.ટેકનોલોજી સ્થાનાંતરિત સમારોહમાં DRDOના અધ્યક્ષ ડો.સમીર.વી.કામટ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડૉ. કામતે ઓપરેશન સિંદૂર દરમિયાન સ્વદેશી સિસ્ટમોના અપવાદરૂપ પ્રદર્શન માટે DRDO અને ઉદ્યોગની પ્રશંસા કરી. ઉભરતી તકનીકીઓ પર સહયોગ કરવા માટે VRDE એ COEP ટેકનોલોજીકલ યુનિવર્સિટી, પુણે સાથે સમજૂતી પત્ર પર પણ હસ્તાક્ષર કર્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ