મણિપુરમાં સુરક્ષા દળોએ ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા આઠ આતંકવાદીઓની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે ગઈકાલે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના ઘરી માખા લીકાઈ વિસ્તારમાંથી પ્રતિબંધિત યુનાઇટેડ પીપલ્સ પાર્ટી ઓફ કાંગલેઇપાકના ત્રણ સક્રિય કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે જિલ્લાના તાઓથોંગ ખુનોઉ અને બિષ્ણુપુરમાંથી પ્રતિબંધિત પીપલ્સ લિબરેશન આર્મીના ચાર સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, ગઈકાલે બિષ્ણુપુરના વાંગુ અહલુપ માયાઈ લીકાઈમાંથી પીઆરપીકે-પ્રોના એક સક્રિય કાર્યકરની પણ ધરપકડ કરવામાં આવી હતી.
Site Admin | જૂન 6, 2025 1:54 પી એમ(PM)
મણિપુરમાં ઇમ્ફાલ પશ્ચિમ અને બિષ્ણુપુર જિલ્લામાંથી વિવિધ પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા આઠ આતંકવાદીઓની ધરપકડ
