મંગોલિયામાં ઉલાનબતાર ઓપન કુસ્તી સ્પર્ધા 2025માં, ભારતીય ખેલાડીઓએ ચાર સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા છે. અંતિમ પંગાલે મહિલાઓની 53 કિલોગ્રામ વજનજુથ, નેહા સાંગવાને 57 જ્યારે મુસ્કાને 59 અને હર્ષિતાએ 72 કિલોગ્રામ વજનજુથની સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીત્યા છે.
પુરુષોના 60 કિલોગ્રામ વજનજુથમાં સૂરજે રજત, જ્યારે નીલમે મહિલાઓની 50 કિલોગ્રામ ફ્રીસ્ટાઇલમાં કાંસ્ય જીત્યો છે. આ સ્પર્ધામાં અત્યાર સુધીમાં ભારતે પાંચ સુવર્ણ, ત્રણ રજત અને ચાર કાંસ્ય સહિત 12 ચંદ્રકો જીત્યા છે.
Site Admin | મે 31, 2025 1:55 પી એમ(PM)
મંગોલિયામાં ઉલાનબતાર ઓપન કુસ્તી સ્પર્ધામાં, ભારતીય ખેલાડીઓએ ચાર સુવર્ણ સહિત છ ચંદ્રક જીત્યા
