નવેમ્બર 17, 2025 9:22 એ એમ (AM)

printer

ભાવનગરમાંથી ફોરેસ્ટ ઓફિસરના ક્વાર્ટર નજીકથી માતા અને બે બાળકો દાટી દેવાયેલા મૃતદેહો મળ્યા

ભાવનગરમાં શહેરના કાચના મંદિર સામે આવેલી ફોરેસ્ટ કોલોની નજીકથી એક ફોરેસ્ટ અધિકારીના પત્ની અને તેમના બે માસૂમ બાળકોના મૃતદેહો જમીનમાં દાટેલી હાલતમાં મળી આવ્યા છે.આ ત્રણેય છેલ્લા 10 દિવસથી ગુમ હતા. અને આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી જેમાં તેઓ ઘરેથી સુરત જવાનું કહીને નીકળ્યા હતા અને ગુમ થયા હતા તેમ જણાવ્યું હતું. પરંતુ ફોરેસ્ટ અધિકારીના ઘર નજીકથી જ પરિવારના ત્રણેયના મૃતદેહો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
બનાવ ની જાણ થતા પોલીસ અને ફોરેસ્ટ ખાતાનો ઉચ્ચ અધિકારીનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલીયાએ પત્ની અને બે બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ત્રણેયના મૃતદેહ ઘર પાસેથી અવાવરૂ જગ્યાએથી મળી આવ્યાં હતા. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.