ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જેની 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકેની ઓળખ મળી છે :કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત વિશ્વનો એક માત્ર દેશ છે, જેની 11 ભાષાઓને શાસ્ત્રીય ભાષાઓ તરીકેની ઓળખ મળી છે. નવી દિલ્હી ખાતે ગઈકાલે મળેલી કેન્દ્રીય હિન્દી સમિતિની 32મી બેઠકની અધ્યક્ષતા કરતા તેમણે આ કહ્યું. કેન્દ્રીય હિન્દી સમિતિએ ઉચ્ચ કક્ષાની સમિતિ છે, જે હિન્દી ભાષાના વિકાસ અને પ્રસાર- પ્રચાર માટે માર્ગદર્શન પૂરું પાડે છે.
શ્રી શાહે હિન્દીને મજબૂત કરવા માટે બે મોટી પહેલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પ્રથમ હિન્દી સાહિત્ય અને તેના વિવિધ વ્યાકરણ સ્વરૂપોની વૃદ્ધિ, જાળવણી અને આયુષ્ય માટે લાંબા ગાળાની નીતિ વિકસાવવી. વધુમાં તેમણે ઉમેર્યું કે તેની સાથે તમામ આધુનિક શિક્ષણ અભ્યાસક્રમનું હિન્દી તેમજ અન્ય તમામ ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવો પણ જરૂરી છે.