નવેમ્બર 4, 2024 2:54 પી એમ(PM)

printer

ભારત અને અલ્જીરિયા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગેના સમજૂતી કરાર થયા

ભારત અને અલ્જીરિયા વચ્ચે દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગ અંગેના સમજૂતી કરાર થયા છે. જે બંને દેશો વચ્ચે સંરક્ષણ ભાગીદારીને વધુ મજબૂત કરશે. સૈન્ય અને અધિકારીઓની હાજરીમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને પીપલ્સ નેશનલ આર્મીના ચીફ ઓફ સ્ટાફ સૈદ ચાનેગ્રિહાએ આ કરારપર હસ્તાક્ષર કર્યા હતા.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે અલ્જીરિયાની તેમની મુલાકાત દરમિયાન સેનાના જનરલ સૈદ ચાનેગ્રિહા સાથે દ્વિપક્ષીય સૈન્ય સહયોગ અને ક્ષમતા નિર્માણને આગળ વધારવા અંગે તથા મેક ઈન ઈન્ડિયા પહેલ અને ટેક્નોલોજીના આદાનપ્રદાન અંગે ચર્ચા કરી હતી.