ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 8, 2025 7:36 પી એમ(PM)

printer

ભારતીય સશસ્ત્ર દળોએ આજે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી

ભારતીય સશસ્ત્ર દળોએ આજે સવારે પાકિસ્તાનમાં અનેક સ્થળોએ હવાઈ સંરક્ષણ રડાર અને પ્રણાલીઓને નિશાન બનાવી હતી. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, લાહોરમાં હવાઈ સંરક્ષણ પ્રણાલીને નિષ્ક્રિય કરી દેવામાં આવી છે. મંત્રાલયે કહ્યું કે, ભારત દ્વારા પાકિસ્તાન જેટલી જ તીવ્રતાથી પ્રતિક્રિયા આપવામાં આવી છે.પાકિસ્તાને ગઈકાલે રાત્રે ડ્રોન અને મિસાઈલથી અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નાલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભૂજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યોને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને ઈન્ટિગ્રેટેડ કાઉન્ટર યુએએસ ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા નિષ્ફળ બનાવાયા હતા એમ કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીરના કુપવાડા, બારામુલ્લા, ઉરી, પૂંછ, મેંધાર અને રાજૌરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર કોઈ ઉશ્કેરણી વિના ગોળીબાર કરી રહી છે. જેમાં ત્રણ મહિલાઓ અને પાંચ બાળકો સહિત 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ