ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 6, 2025 1:59 પી એમ(PM)

printer

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકાથી 5.5 ટકા કર્યો

ભારતીય રિઝર્વ બેંકે આજે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને 6 ટકાથી 5.5 ટકા કરવાનો નિર્ણય લીધો છે.
RBIનો આ સતત ત્રીજો રેપો રેટ ઘટાડો છે. કેશ રિઝર્વ રેશિયો-CRR માં પણ 100 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી-MSF અને બેંક રેટ 5.75 પર સમાયોજિત કરવામાં આવ્યા છે.
રેપો રેટમાં ૫૦ બેસિસ પોઇન્ટનો ઘટાડો થયા પછી, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેની સાથે જોડાયેલા તમામ બાહ્ય બેન્ચમાર્ક ધિરાણ દર – EBLR સમાન માર્જિનથી ઘટશે. એવી શક્યતા છે કે બેંકો પણ તેમના ધિરાણ દર ઘટાડે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2025-26 માટે ફુગાવાનો અંદાજ અગાઉના 4 ટકાથી સુધારીને 3.7 ટકા કરવામાં આવ્યો છે. નાણાકીય નીતિ સમિતિ એ ચાલુ નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિનો અંદાજ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે,

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ