ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે એન્ટિ-સબમરીન વોરફેર (ASW) યુદ્ધ જહાજ “INS એન્ડ્રોથ”ને સામેલ કરશે. આ ભારતીય નૌકાદળનું બીજું એન્ટિ-સબમરીન વોરફેર (ASW) છે. વાઇસ એડમિરલ રાજેશ પંઢારકર સમારોહની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, INS એન્ડ્રોથ ભારતીય નૌકાદળની સ્વદેશીકરણ તરફની પ્રગતિમાં એક સીમાચિહ્નરૂપ છે, જે તેની ક્ષમતાઓમાં વધારો કરે છે.એન્ડ્રોથનું ઉત્પાદન કોલકાતા સ્થિત ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા કરવામાં આવ્યું છે, જે 80 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરે છે.
Site Admin | ઓક્ટોબર 6, 2025 9:41 એ એમ (AM)
ભારતીય નૌકાદળમાં આજે વિશાખાપટ્ટનમ ખાતે યુદ્ધ જહાજ “INS એન્ડ્રોથ”ને સામેલ કરાશે