નવેમ્બર 2, 2024 9:33 એ એમ (AM)

printer

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીની મુલાકાત લેશે

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાંચીની મુલાકાત લેશે. તેઓ પાર્ટીના નેતાઓ સાથે ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. શ્રી શાહ આવતીકાલે પૂર્વ સિંઘભૂમ જિલ્લાના ઘાટસિલાના ધલભૂમગઢ, હજારીબાગ જિલ્લાના બરકાથા અને ચતરા જિલ્લાના સિમરિયામાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે.
દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગ પકડી રહ્યો છે. શાસક અને વિપક્ષના નેતાઓ લોકોનો સંપર્ક કરવામાં વ્યસ્ત છે. ભાજપના ચૂંટણી સહ-પ્રભારી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસવા સરમાએ કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે, તો તે રાજ્યમાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર NRC અમલ કરશે.
બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી કે.સી. વેણુગોપાલે આક્ષેપ કર્યો કે ભાજપ બંધારણની વિરુદ્ધ છે. શ્રી વેણુગોપાલે કહ્યું કે તેમની પાર્ટી આ મુદ્દાને વ્યાપક સ્તરે ઉઠાવશે.