ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈ જતું એક્સિઓમ-4 મિશન બીજી વખત મુલતવી રાખવામાં આવ્યું છે. નાસાના જણાવ્યા અનુસાર, એક્સિઓમ સ્પેસ અને સ્પેસએક્સ આજે લોન્ચ નહીં થાય.
પોસ્ટ-સ્ટેટિક ફાયર ફાલ્કન નવ રોકેટના નિરીક્ષણ દરમિયાન પ્રવાહી ઓક્સિજન લીકની સમસ્યાની જાણકારી મળી હતી. જેને સુધારવા માટે સ્પેસએક્સ ટીમ કાર્ય કરી શકે તે માટે આ ઉડ્ડયન મોકૂફ રાખામાં આવ્યું છે. નાસાએ જાહેરાત કરી છે કે સમારકામ કાર્ય પૂર્ણ થયા પછી મિશન માટે નવી લોન્ચ તારીખ આપવામાં આવશે.
Site Admin | જૂન 11, 2025 8:30 એ એમ (AM)
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ લોકોને લઈ જનાર એક્સિઓમ 4 મિશન બીજી વખત મુલતવી
