કેન્દ્રીય અવકાશ વિભાગના મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે આજે જાહેરાત કરી હતી કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન, શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) પર ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરશે. આ પ્રયોગો આગામી એક્સિઓમ મિશન-4 ના ભાગરૂપે હાથ ધરાશે. એક મીડિયા બ્રીફિંગમાં, ડૉ. સિંહે જણાવ્યું હતું કે આ પ્રયોગ ખાદ્ય સૂક્ષ્મ શેવાળ પર સૂક્ષ્મ ગુરુત્વાકર્ષણ અને અવકાશ કિરણોત્સર્ગની અસરની તપાસ કરશે, જે એક ઉચ્ચ-સંભવિત અને પોષક તત્વોથી ભરપૂર ખોરાક સ્ત્રોત છે. તેમણે કહ્યું કે આ અભ્યાસ મુખ્ય વૃદ્ધિ પરિમાણો અને પૃથ્વીની સ્થિતિની તુલનામાં અવકાશમાં વિવિધ શેવાળ પ્રજાતિઓના ટ્રાન્સક્રિપ્ટોમ્સ, પ્રોટીઓમ્સ અને મેટાબોલોમ્સમાં થતા ફેરફારો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
Site Admin | મે 31, 2025 7:50 પી એમ(PM)
ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન, શુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર ખોરાક અને પોષણ સંબંધિત પ્રયોગો કરશે
