ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 3, 2024 6:54 પી એમ(PM)

printer

ભારતનેટના બીજા તબક્કા હેઠળ રાજ્યની 8 હજારથી વધુ ગ્રામપંચાયતો હાઇસ્પીટ ઇન્ટરનેટથી સજ્જ બની

ભારતનેટના બીજા તબક્કા હેઠળ રાજ્યની 8 હજારથી વધુ ગ્રામપંચાયતો હાઇસ્પીટ ઇન્ટરનેટથી સજ્જ બની છે. આ પ્રોજેક્ટ હેઠળ 8 હજાર, 36 ગ્રામપંચાયતોને 100 mbps સુધીનું ઇન્ટનેટ હાઇસ્પીડ નેટવર્ક ઉપલબ્ધકરાવાયું છે. એક અખબારી યાદી પ્રમાણે ભારતનેટ ફેઝ-2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવાસેતુ પ્લેટફૉર્મે લગભગ 1.57 કરોડ ગ્રામીણ નાગરિકોને 321 સેવાઓનો લાભ આપ્યો છે.ભારતનેટપૂર્વે રાજ્યમાં ગ્રામ પંચાયત દીઠ નેટવર્ક સ્પીડ 100 Kbps હતી, જે હવે 1000 ગણીવધીને 100 Mbps સુધી પહોંચી ગઈ છે. જેને કારણે આ જિલ્લાઓમાંપોલીસ ચોકી, જિલ્લા કલેક્ટર કચેરીઓ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો, મહાત્મા મંદિર, ધોરેલાસર, સાયન્સ સિટી, જીઆઈડીસી, સ્ટેચ્યૂ ઑફ યુનિટી જેવા જાણીતા સ્થળોએ હાઇસ્પીડઇન્ટરનેટ મારફતે 200થી વધુ સરકારી કાર્યક્રમો ઉપરાંત શિક્ષણલક્ષી કાર્યક્રમોનું  પ્રસારણ કરવામાં આવે છે.  છે.ભારતનેટપ્રોજેક્ટ એ વિશ્વનો સૌથી મોટો બ્રોડબૅન્ડ પ્રોગ્રામ છે જે ગામડાઓમાં ઝડપીઇન્ટરનેટ પ્રદાન કરે છે. આ એક સંપૂર્ણ મેઇક ઇન ઈન્ડિયા પ્રોગ્રામ છે. જેના બીજા તબક્કામાં22 જિલ્લાઓમાં 35000 કિમીનું ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કસ્થાપિત કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ