વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતની નીતિઓ વર્ષ 2047 સુધીમાં દેશને 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી 32 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવા તૈયાર છે.
શ્રી ગોયલે ગઈકાલે બેંગલુરુમાં આયોજિત IIT મદ્રાસના ‘સંગમ 2025’ વૈશ્વિક નવાચાર અને એલ્યુમની સમિટમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું, સરકારની દૂરંદેશી નીતિઓએ ભારતને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કરી દીધી છે. ભારત વર્ષ 2028 સુધીમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારત હવે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. શ્રી ગોયલે કહ્યું કે સરકારની નીતિઓ અને કાર્યક્રમો ભારતને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે જેમાં ભારત ટેકનોલોજી અપનાવીને કૃત્રિમ બુદ્ધિમત્તા, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને અન્ય ટેકનોલોજીના ક્ષેત્રોમાં નેતૃત્વ કરશે.
Site Admin | જુલાઇ 6, 2025 9:34 એ એમ (AM)
ભારતની નીતિઓ વર્ષ 2047 સુધીમાં દેશને 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાથી 32 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવા તૈયાર:વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ
