ભારતના ગુકેશ ડોમ્મારાજુએ ક્રોએશિયાના ઝાગ્રેબમાં સુપર યુનાઇટેડ રેપિડ અને બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં રેપિડ ચેસ ટાઇટલ જીત્યું છે. આ ટુર્નામેન્ટ ગ્રાન્ડ ચેસ ટૂર 2025નો ભાગ છે. વિશ્વ ચેસ ચેમ્પિયન ગુકેશે ફાઇનલ રાઉન્ડમાં અમેરિકાના વેસ્લી સોને હરાવ્યો હતો. ગુકેશે 18 માંથી 14 પોઈન્ટ મેળવીને રેપિડ ફોર્મેટમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. પોલેન્ડના જાન-ક્રિઝ્ઝટોફ ડુડા બીજા સ્થાને અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન મેગ્નસ કાર્લસન ત્રીજા સ્થાને રહ્યા હતા.
આ ટુર્નામેન્ટનો બ્લિટ્ઝ તબક્કો આજથી શરૂ થશે અને આવતીકાલે પૂરો થશે. રેપિડ અને બ્લિટ્ઝ બંનેમાંથી મેળવેલા કુલ પોઈન્ટના આધારે એકંદર વિજેતાનો નિર્ણય લેવામાં આવશે.
Site Admin | જુલાઇ 5, 2025 2:08 પી એમ(PM)
ભારતના ગુકેશ ડોમ્મારાજુએ ક્રોએશિયાના ઝાગ્રેબમાં સુપર યુનાઇટેડ રેપિડ અને બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં રેપિડ ચેસ ટાઇટલ જીત્યું
