ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે જર્મનીની મુલાકાત પૂર્ણ કરી છે. આ મુલાકાત દરમિયાન, આતંકવાદ સામે ભારતની મક્કમ અને સૈદ્ધાંતિક સ્થિતિને ટોચના રાજકીય નેતૃત્વ અને નિર્ણયકર્તાઓ સમક્ષ રજૂ કરાઇ. પ્રતિનિધિમંડળે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. ઉપરાંત વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતોના ક્ષેત્રોમાં જર્મનીના વરિષ્ઠ સાંસદો સાથે ચર્ચા કરવામાં આવી હતી.આ દરમ્યાન રવિશંકર પ્રસાદે પાકિસ્તાનની નીતિઓની ટીકા કરી હતી.આતંકવાદ સામેની લડાઈમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને એકસાથે આવવાની તાકીદની જરૂરિયાત અંગે જર્મનીએ ભારતના વલણને સમર્થન આપ્યું હતું.
Site Admin | જૂન 8, 2025 10:01 એ એમ (AM)
ભાજપ સાંસદ રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળે ગઈકાલે જર્મનીની મુલાકાત પૂર્ણ કરી
