નવેમ્બર 13, 2025 9:34 એ એમ (AM)

printer

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા

ભાજપના સાંસદ અપરાજિતા સારંગીને બંધારણ 130મો સુધારા ખરડો, 2025, જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન સુધારા ખરડો 2025 અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર સુધારા ખરડો, 2025ની તપાસ માટે સંસદની સંયુક્ત સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા છે. 31 સભ્યોની સમિતિમાં ભાજપના 15 સાંસદ, NDAના સાથી પક્ષોના 11, વિપક્ષના ચાર અને એક નામાંકિત સભ્યનો સમાવેશ થાય છે.ભાજપના અગ્રણી સભ્યોમાં રવિશંકર પ્રસાદ, પરષોત્તમ રૂપાલા, અનુરાગ ઠાકુર અને બ્રિજ લાલનો સમાવેશ થાય છે. રાજ્યસભાના નામાંકિત સભ્ય સુધા મૂર્તિ પણ સમિતિમાં છે. જ્યારે વિપક્ષના સભ્યોમાં સુપ્રિયા સુલે, હરસિમરત કૌર બાદલ, અસદુદ્દીન ઓવૈસી અને નિરંજન રેડ્ડીનો સમાવેશ થાય છે. કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસે સમિતિમાં જોડાવાનો ઇનકાર કર્યો છે. 20 ઓગસ્ટના રોજ ચોમાસુ સત્રના છેલ્લા દિવસે રજૂ કરાયેલા આ ત્રણ ખરડામાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓને ગંભીર આરોપોમાં 30 દિવસ સુધી અટકાયતમાં રાખવા પર આપમેળે દૂર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.