ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી આમ
આદમી પાર્ટીની આગેવાની હેઠળની દિલ્હી સરકારને બરતરફ કરવાની માગ કરી છે. દિલ્હી
વિધાનસભામાં વિપક્ષના નેતા બિજેન્દ્ર ગુપ્તાની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિને
આ સંદર્ભે એક આવેદનપત્ર સુપરત કર્યું હતું.
ભાજપે આમ આદમી પાર્ટી સરકારની કાર્યવાહી અંગે વિવિધ ચિંતાઓ વ્યક્ત કરતાં દિલ્હી
સરકાર પર અનેક આરોપ લગાવતા કહ્યું કે આના કારણે દિલ્હીના લોકોની આવશ્યક સેવાઓ અને
કલ્યાણકારી કાર્યક્રમો પ્રભાવિત થઈ રહ્યા છે. રાજધાનીમાં બંધારણીય મૂલ્યોનું રક્ષણ કરવા અને
લોકતાંત્રિક પ્રક્રિયાના સુચારૂ સંચાલન માટે રાષ્ટ્રપતિનો તાત્કાલિક હસ્તક્ષેપ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 2:23 પી એમ(PM)
ભાજપના ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળી આમ આદમી પાર્ટીની આગેવાની હેઠળની દિલ્હી સરકારને બરતરફ કરવાની માગ કરી છે
