ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 5, 2025 2:07 પી એમ(PM)

printer

બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભાગદોડની દુર્ઘટના મામલે કર્ણાટક વડી-અદાલત આજે જાહેર હિતની અરજીની સુનાવણી કરશે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમની ભાગદોડમાં ગઈકાલે રાત્રે બેંગલુરુમાં 11 લોકોના મોત મામલે કર્ણાટક વડી અદાલત આજે સુનાવણી કરશે, બપોર બાદ થનારી સુનાવણીમાં મૃત્યુના કારણો, કાર્યક્રમની વ્યવસ્થા અને કર્ણાટક સરકાર દ્વારા હાથ ધરાયેલ સલામતી અને સલામતીના પગલાં અંગે વિગતો મેળવવા અંગેના મુદ્દા સુનાવણીમાં આવરી લેવાશે.
કર્ણાટક વડી અદાલત સમક્ષ આ દુર્ઘટના અંગે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે રાજ્ય સરકારને આ દુઃખદ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવા જણાવ્યું છે અને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બસવરાજ બોમ્મઈએ આ ઘટનાની ન્યાયિક તપાસની માંગ કરી છે. ભાગદોડના પીડિતોની મુલાકાત લીધા પછી, તેમણે ભીડના પ્રવાહ અંગેના સુરક્ષા ઇનપુટ્સ અને ગુપ્ત અહેવાલની અવગણના કરવા માટે રાજ્ય સરકારને દોષી ઠેરવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ