બૅડમિન્ટનમાં કિદામ્બી શ્રીકાંતે ગઈકાલે ચીની તાઈપેના વાંગ પૉ-વૅઈને સતત રમતમાં હરાવીને જીત મેળવી. તેમણે કૅનેડા ઑપન સુપર “થ્રી હન્ડ્રેડ” ટૂર્નામૅન્ટની પુરુષ સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલમાં પોતાની જગ્યા નિશ્ચિત થઈ ગઈ. હવે આવતીકાલે તેમનો સામનો પ્રથમ ક્રમાંક પ્રાપ્ત તાઈવાનના ચોઉ ટિએન-ચૅન સાથે થશે.
શંકર સુબ્રમણ્યન પણ તાઈવાનના હુઆંગ યૂ-કાઈને સીધી રમતમાં હરાવી અંતિમ આઠમા પહોંચ્યા. હવે તેમનો સામનો જાપાની શટલર કૅન્ટા નિશિમોટો સાથે થશે. જ્યારે મહિલા સિંગલ્સમાં ભારતનાં શ્રીયાંશી વલિસેટ્ટી આજે સાંજે ક્વાર્ટર ફાઈનલમાં ડૅન્માર્કનાં અમાલી શુલ્ઝ સામે રમશે.
Site Admin | જુલાઇ 4, 2025 1:08 પી એમ(PM)
બૅડમિન્ટનમાં કિદામ્બી શ્રીકાંતે ચીની તાઈપેના વાંગ પૉ-વૅઈને હરાવ્યા
