ઇન્ડિયન પ્રીમિયર લિગ- IPL ટી-20 ક્રિકેટમાં પંજાબ કિંગ્સ ફાઈનલમાં પહોંચી છે. પંજાબ કિંગ્સે ગત રાત્રે ક્વાલિફાયરની બીજી મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને પાંચ વિકેટે પરાજય આપ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મૅચમાં મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઑવરમાં છ વિકેટે 203 રન બનાવ્યા. જવાબમાં પંજાબ કિંગ્સે 19 ઑવરમાં પાંચ વિકેટ ગુમાવી 207 રન બનાવી મૅચ જીતી લીધી.પંજાબ કિંગ્સના સુકાની શ્રેયસ અય્યરે સૌથી વધુ અણનમ 87 રન બનાવ્યા. જ્યારે નેહાલ વઢેરાએ 48 રન બનાવ્યા. દરમિયાન શ્રેયસ અય્યરને પ્લેયર ઑફ ધી મૅચ જાહેર કરાયા. આ જીત સાથે જ પંજાબ કિંગ્સ આવતીકાલે અમદાવાદમાં રમાનારી ફાઈનલ મૅચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સામે રમશે.
Site Admin | જૂન 2, 2025 7:50 એ એમ (AM)
બીજી ક્વાલિફાયર મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવી પંજાબ કિંગ્સ I.P.L.ની ફાઈનલમાં પહોંચ્યું
