ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફેબ્રુવારી 11, 2025 2:23 પી એમ(PM) | કુંભ

printer

બિહાર અને મધ્યપ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતોમાં ૧૦ કુંભ યાત્રાળુઓના મોત થયા

બિહાર અને મધ્યપ્રદેશમાં બે અલગ અલગ અકસ્માતોમાં ૧૦ કુંભ યાત્રાળુઓના મોત થયા છે.
મધ્યપ્રદેશના જબલપુરમાં આજે સવારે એક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિહોરા નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૩૦ પર કુંભ યાત્રાળુઓને લઈ જતું એક વાહન રોંગ સાઇડથી આવી રહેલા ટ્રક સાથે અથડાયું ત્યારે આ દુર્ઘટના બની. પોલીસ અને કટોકટી સેવાઓ સહિત સ્થાનિક અધિકારીઓ રાહત અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગયા હતા. મૃતકો અને ઘાયલો આંધ્રપ્રદેશના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી એક ઘટનામાં, બિહારના કૈમુર જિલ્લામાં, રસ્તાની બાજુમાં ઉભેલા ટ્રક સાથે ઓટો-રિક્ષા અથડાતા ત્રણ યાત્રાળુઓના મોત થયા હતા અને બે અન્ય ઘાયલ થયા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ