કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે કહ્યું, બિહાર અને ગુજરાતે હંમેશાં ભારતની સાંસ્કૃતિક એકતામાં યોગદાન આપ્યું છે. અમદાવાદની મુલાકાતે આવેલા શ્રી સિંહે ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધન કરતા “એક ભારત શ્રેષ્ઠ ભારત” અભિયાનની મહત્વકાંક્ષા પર પ્રકાશ પાડ્યો હતો.તેમણે જણાવ્યું કે, “ગાંધીજીની જન્મભૂમિ ગુજરાત છે અને બિહાર તેમની કર્મભૂમિ રહી છે. તેમણે ઉમેર્યું કે, “ગુજરાતમાં બિહારથી આવેલાં 15 લાખ થી વધુ લોકોએ ગુજરાતના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. બિહારના લોકોએ ગુજરાતમાં નવું ટેક્સટાઇલ હબ ઊભું કર્યું છે.
Site Admin | એપ્રિલ 14, 2025 9:38 એ એમ (AM)
બિહાર અને ગુજરાતે હંમેશાં ભારતની સાંસ્કૃતિક એકતામાં યોગદાન આપ્યું છે-કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહ
