ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

નવેમ્બર 15, 2024 6:55 પી એમ(PM) | બિરસા મુંડા

printer

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના જમુઇથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જનમતના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ કર્યો

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના જમુઇથી પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન પીએમ જનમતના લાભાર્થીઓ સાથે ઇ-સંવાદ કર્યો હતો. આ સાથે જ દેશવ્યાપી ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જેના ભાગરૂપે સુરતના મહુવા તાલુકાના બારતાડ ગામે કૃષિ મંત્રી રાઘવજી પટેલે 30 કરોડના ખર્ચે તૈયાર થનાર એકલવ્ય મોડેલ નિવાસી શાળાનું ખાતમુહુર્ત કર્યુ હતું.
બીજી તરફ નવસારીનાં વાંસદા તાલુકાનાં સરા ગામે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી એકલવ્ય મોડેલ નિવાસી શાળાનું ખાતમુહુર્ત કર્યું હતું.