બાળકોમાં ગણિતને રસપ્રદ બનાવવા માટે વલસાડના જિલ્લા કલેકટર નૈમેષ દવે દ્વારા ‘‘મોજીલુ મેથ્સ’’ પ્રોજેક્ટનો શુભારંભ કરીને નવી પહેલ કરવામાં આવી. જિલ્લા શિક્ષણ તંત્ર અને માફાઉન્ડેશનના સહયોગથી મેથ્સ, મસ્તી, અને મેજિકની ટેગલાઈન સાથે આજે આ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો.જિલ્લાની પ્રાથમિક શાળાઑમાં ગુણોત્સવમાં ગણિતનું નબળુ અને ઉત્તમ પરિણામ ધરાવનાર છ તાલુકામાંથી, કુલ ૭૨ શાળાઓની આપ્રોજેકટ માટે પસંદગી કરાઈ. આ તકેજિલ્લા કલેકટર નૈમેષ દવે દ્વારા શિક્ષકોને અનુરોધ કરાયો હતો કે , “મોજીલુ મેથ્સ “પ્રોજેકટમાં તમે નોકરીના ભાગરૂપે નહીં પરંતુ સેવાનાભાવ તરીકે કામ કરશો તો, વધુસારૂ પરિણામ મળશે.
Site Admin | માર્ચ 29, 2025 6:45 પી એમ(PM)
બાળકોમાં ગણિતને રસપ્રદ બનાવવા માટે વલસાડના જિલ્લા કલેકટર નૈમેષ દવે દ્વારા ‘‘મોજીલુ મેથ્સ’’ પ્રોજેક્ટનો શુભારંભ કરીને નવી પહેલ કરવામાં આવી
