બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા ડૉ. મુહમ્મદ યુનુસ આજે તેમની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ જઈ રહ્યા છે. યુનુસની ચીન મુલાકાતનો મુખ્ય હેતુ બાંગ્લાદેશમાં વિદેશી રોકાણ આકર્ષવાનો છે. તેમના પ્રેસ સેક્રેટરી શફીકુલ આલમે ગઈકાલે આ માહિતી આપી હતી.
મુખ્ય સલાહકારની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ચીની રોકાણકારો, ઉત્પાદકો, ઊર્જા કંપનીઓ અને ટોચની ચીની ખાનગી અને સરકારી કંપનીઓ સાથે વાતચીત કરવાનો રહેશે, એમ શ્રી આલમે ઢાકામાં એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, તેમની આર્થિક મુ્ત્સદ્દીગીરીનાં ભાગ રૂપે, પ્રોફેસર યુનુસ બાંગ્લાદેશને ઉત્પાદન કેન્દ્ર તરીકે રજૂ કરશે.
Site Admin | માર્ચ 26, 2025 2:16 પી એમ(PM)
બાંગ્લાદેશના વચગાળાના સરકારના વડા ડૉ. મુહમ્મદ યુનુસ આજે તેમની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે બેઇજિંગ જઈ રહ્યા છે