ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 1, 2025 7:50 એ એમ (AM)

printer

બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું હોવાનો દાવો કર્યો

પાકિસ્તાનમાં, બલૂચ લિબરેશન આર્મીએ બલૂચિસ્તાન પ્રાંતના સુરાબ શહેર પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લીધું છે. બી. એલ. એ.ના પ્રવક્તા જીયંદ બલોચે જણાવ્યું કે, ઓપરેશન ત્રણ કલાકથી વધુ સમય સુધી ચાલ્યું હતું, જે દરમિયાન બી. એલ. એ. લડવૈયાઓએ અર્ધલશ્કરી દળ સ્ટેશન, પોલીસ સ્ટેશન, ડેપ્યુટી કમિશનર ઓફિસ, ગેસ્ટ હાઉસ અને બેંક પર કબજો જમાવી લીધો હતો. તેમણે દાવો કર્યો કે, બી. એલ. એ. એ સુરબ શહેરનું સંપૂર્ણ નિયંત્રણ લઈ લીધું છે અને ક્વેટા-કરાચી અને સુરબ-ગીદાર મુખ્ય ધોરીમાર્ગો પર ચોકીઓ સ્થાપિત કરી છે. બલુચિસ્તાનના લોકો હાલમાં પાકિસ્તાનથી પોતાની આઝાદી માટે લડી રહ્યા છે. બલુચિસ્તાનના વિવિધ માનવાધિકાર સંગઠનોએ પ્રાંતમાં પાકિસ્તાની દળો દ્વારા કરવામાં આવતા દમનને વારંવાર જાહેર કર્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ