બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં 29 આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન થયું છે. ગામના કુરિવાજ ચડોતરુંના કારણે 12 વર્ષ પહેલા પોતાનું ગામ છોડીને ચાલ્યા ગયેલા 29 આદિવાસી પરિવારોના 300 સભ્યની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે સ્વમાનભેર ઘરવાપસી કરાવી છે. આ પ્રસંગે શ્રી સંઘવીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી.
Site Admin | જુલાઇ 17, 2025 7:09 પી એમ(PM)
બનાસકાંઠાના મોટા પીપોદરા ગામમાં 29 આદિવાસી પરિવારોનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પુનર્વસન કરાવ્યુ
