ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલની 25મી આવૃત્તિ આજે દેશભરમાં વિશેષ તિરંગા રેલી તરીકે ઉજવાશે. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા રાષ્ટ્રીય રાજધાનીમાં આ વિશેષ સંસ્કરણનું નેતૃત્વ કરશે. ઓલિમ્પિક મેડલ વિજેતા યોગેશ્વર દત્ત, આંતરરાષ્ટ્રીય કુસ્તીબાજ સરિતા મોર, બોલિવૂડ અભિનેત્રી શરવરી અને ભૂતપૂર્વ ક્રિકેટર અને પસંદગીકાર સબા કરીમ સહિત રમતગમત અને મનોરંજનની અગ્રણી હસ્તીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.રાષ્ટ્રીય રાજધાનીમાં એક હજાર 200થી વધુ સાઇકલ સવારો આ કાર્યક્રમમાં ભાગ લે તેવી અપેક્ષા છે અને દેશભરમાં બે હજારથી વધુ સ્થળો પર આ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે મંત્રાલયે જણાવ્યું કે, તિરંગા રેલી તંદુરસ્તીને સુલભ, સર્વ-સમાવેશક અને દેશભક્ત બનાવવા માટે ફિટ ઇન્ડિયાને વધુ સક્ષમ બનાવશે.
Site Admin | જૂન 1, 2025 9:48 એ એમ (AM)
ફિટ ઇન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ પહેલની 25મી આવૃત્તિ આજે દેશભરમાં વિશેષ તિરંગા રેલી તરીકે ઉજવાશે
