ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 2, 2025 7:51 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘની વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંઘ- I.A.T.A.ની 81-મી વાર્ષિક સામાન્ય બેઠકમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લોકોને સંબોધિત પણ કરશે. ગઈકાલે શરૂ થયેલી બેઠક મંગળવારે પૂર્ણ થશે.આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન શિખ સંમેલન ઉડ્ડયન ઉદ્યોગ સામે આવતા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેમાં ઍરલાઈન ઉદ્યોગના અર્થતંત્ર, હવાઈ સંપર્ક, ઊર્જા સુરક્ષા, ઉડ્ડયન ઈંધણ ઉત્પાદન, કાર્બન ડાયૉક્સાઈડ ઉત્સર્જન ઓછા કરવાના પ્રયાસ માટે ભંડોળ અને નવિનતા વગેરે સામેલ છે.પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું, આ કાર્યક્રમ દરમિયાન વિશ્વભરના નેતા ઉડ્ડયન ક્ષેત્રમાં ભારતના નોંધપાત્ર વિકાસ અને દેશના સામાજિક-આર્થિક વિકાસમાં યોગદાનના સાક્ષી બનશે. I.A.T.A.ની આ પહેલાની વાર્ષિક સામાન્ય બેઠક 42 વર્ષ પહેલા વર્ષ 1983માં યોજાઈ હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ