પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીનતા, રોકાણ અને બજાર સુલભતા દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર અને વિકસિત ભારતના મુખ્ય પ્રેરકબળ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.ગઈકાલે શ્રી મોદીએ નવી દિલ્હીમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં 42 હજાર કરોડથી વધુના અનેક પ્રોજેક્ટ્સ અને યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ બે મુખ્ય કૃષિ ક્ષેત્ર યોજનાઓ શરૂ કરી: પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન.પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે આ બે યોજનાઓ આત્મનિર્ભરતા, ગ્રામીણ સશક્તિકરણ અને કૃષિ નવીનતાના નવા યુગની શરૂઆત કરવા માટે રચાયેલ છે. તેમણે દેશની કૃષિ પ્રણાલીમાં ઝડપી વિકાસ અને સુધારાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.આ પ્રસંગે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આગામી પેઢીના GST સુધારાઓ સાથે, સરકારે કૃષિ ઉપકરણો પર GST દર ઘટાડીને ખેડૂતોને રાહત આપી છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ હંમેશા ખેડૂતોના હિતોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે.
આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાયેલા મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે જણાવ્યું હતું કે PM ધન ધાન્ય કૃષિ યોજના નવીનતા અને સમાવિષ્ટ વિકાસ દ્વારા કૃષિ ભારતને પરિવર્તિત કરશે. PM ધન ધાન્ય કૃષિ યોજના 24 હજાર કરોડના ખર્ચે શરૂ કરવામાં આવી છે અને તેનો હેતુ કૃષિ ઉત્પાદકતા વધારવા, પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવા અને સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરવાનો છે.
Site Admin | ઓક્ટોબર 12, 2025 9:28 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવીનતા, રોકાણ અને બજાર સુલભતા દ્વારા ખેડૂતોને સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર અને વિકસિત ભારતના મુખ્ય પ્રેરકબળ બનાવવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો