પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. ગુજરાતમાં વિકાસ પ્રતિજ્ઞા લેવાશે. આજથી શરૂ થઇ રહેલા વિકાસ સપ્તાહ દ્વારા રાજ્યની વિકાસ યાત્રાને અવિરત રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના ભાગરૂપે ઉજવણી કરાશે.. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહ”ની ઉજવણી દરમિયાન વિવિધ વિષયો પર ઉજવણી કરાશે.જેમાં કુલ ૧૦ વિભાગોની સહભાગીદારીતા સાથે ૧૩ જેટલા વિષયોનો સમાવેશ કરાયો છે. આ પ્રત્યેક દિવસની વિવિધ થીમ સાથે ઉજવણી કરાશે. આ સમયગાળા દરમિયાન યુવા, મહિલા, ખેડૂતો સહિત રાજ્યના તમામ વર્ગોની સહભાગીદારીતા સુનિશ્ચિત કરવાનું પણ આયોજન કરાયું છે. જેમાં વિધાનસભાના પ્રાંગણમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ જ સમયે રાજ્યના ૩૪ જિલ્લાઓમાં પણ કલેક્ટર કચેરી અને અન્ય સરકારી કચેરીઓમાં, શાળા-કોલેજોમાં ‘ભારત વિકાસ પ્રતિજ્ઞા’ લેવામાં આવશે. વધુમાં આ પ્રતિજ્ઞાને વ્યાપક સ્વરૂપે લઈ જવા માટે My.Gov.પોર્ટલ પરથી મોટી સંખ્યામાં ઓનલાઈન પ્રતિજ્ઞા લઈ શકે તે સુનિશ્ચિત કરાશે. આ કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિકાસ સપ્તાહની વિધિવત શરૂઆત કરવામાં આવશે.
Site Admin | ઓક્ટોબર 7, 2025 9:42 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રાજકીય ક્ષેત્રમાં 25 વર્ષની સિદ્ધિને ઘરે ઘરે પહોચાડવા આજથી ગુજરાત સરકાર દ્વારા 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે