પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના સંભલમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. શ્રી મોદીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના પરિવારજનોને બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.
મીડિયા અહેવાલો અનુસાર, ગઈકાલે સંભલ જિલ્લામાં મેરઠ-બદાયુ હાઇવે પર થયેલા માર્ગ અકસ્માતમાં વરરાજા સહિત પાંચ લોકોના મોત થયા હતા. 10 જાનૈયાઓને લઈ જતી કાર કોલેજની દિવાલ સાથે અથડાઈ હતી.
Site Admin | જુલાઇ 5, 2025 2:16 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના સંભલમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
