ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 4, 2025 11:54 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલી સાથે મુલાકાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના કાર્યક્રમને સંબોધતા કહ્યું છે કે ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય સમુદાયની યાત્રા હિંમત પર આધારિત છે.
ત્રિનિદાદ અને ટોબેગોમાં શ્રી મોદીએ કહ્યું કે તેમના પૂર્વજોએ જીવનમાં આશાઓ સાથે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. રામાયણને તેમના હૃદયમાં રાખ્યું છે અને તેઓ ફક્ત સ્થળાંતર કરનારા જ નહીં પરંતુ પુરાતન ભારતીય સભ્યતાના સંદેશવાહક હતા.
પ્રધાનમંત્રી તરીકે આ તેમની ત્રિનિદાદ અને ટોબેગો દેશની પ્રથમ મુલાકાત છે.1999 પછી ત્રિનિદાદ અને ટોબેગોની પ્રધાનમંત્રી સ્તરે પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે,તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીન કાર્લા કાંગાલુ અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી ત્રિનિદાદ અને ટોબેગોની સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરશે. આ મુલાકાત બંને દેશો વચ્ચેના ઊંડા અને ઐતિહાસિક સંબંધોને નવી ગતિ આપશે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે ભારતમાંથી ઘણા લોકો વર્ષો પહેલા ત્રિનિદાદ અને ટોબેગો આવ્યા હતા. વર્ષોથી, તેઓએ અનેક ક્ષેત્રોમાં આગળ આવીને કામ કરીને રાષ્ટ્રની વિકાસ યાત્રાને સમૃદ્ધ બનાવી રહ્યા છે.
શ્રી મોદીએ પોર્ટ ઓફ સ્પેનમાં અવિસ્મરણીય સ્વાગત માટે સ્થાનિક ભારતીય સમુદાયનો આભાર વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ