પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા 11 વર્ષમાં દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તનો જોવા મળ્યા છે, જે 140 કરોડ ભારતીયોની સામૂહિક ભાગીદારીને કારણે શક્ય બન્યું છે.કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવા પર, પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસના માર્ગદર્શક સિદ્ધાંત હેઠળ, કેન્દ્રએ ગતિ, સ્કેલ અને સંવેદનશીલતા સાથે પથદર્શક સુધારાઓ હાથ ધર્યા છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આજે દેશ માત્ર સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા જ નહીં પરંતુ ક્લાઈમેટ એક્શન અને ડિજિટલ ઈનોવેશન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અગ્રણી વૈશ્વિક અવાજ પણ છે.
Site Admin | જૂન 10, 2025 8:54 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું— છેલ્લાં 11 વર્ષોમાં, દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ઝડપી પરિવર્તન આવ્યું
