પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન યુનિયન દ્વારા આપત્તિ સ્થિતિસ્થાપક માળખાગત પરિષદ એટલે કે CDRI 2025માં જોડાયા તે અંગે ખુશી વ્યક્ત કરી. CDRI 2025ને એક વિડિઓ સંદેશ દ્વારા સંબોધતા, પ્રધાનમંત્રીએ કાર્યક્ષમ કાર્યક્રમો ડિઝાઇન કરવાની અને વિકાસશીલ રાષ્ટ્રોને નાણાંની સુલભતા મળે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ અને સંકલનને મજબૂત બનાવવું મહત્વપૂર્ણ છે.
શ્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો પણ તેમના સમર્થન બદલ આભાર માન્યો. આ પરિષદ પહેલીવાર ફ્રાન્સમાં યોજાઈ રહી છે.