પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
કેન્દ્રમાં NDA સરકારના 11 વર્ષ પૂર્ણ થવાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે સરકાર માટે ગર્વની વાત છે કે, તેમણે આ કાર્યકાળ દરમિયાન દેશના મહેનતુ ખેડૂતોની સેવા કરી છે. શ્રી મોદીએ છેલ્લા 11 વર્ષમાં ખેડૂતોની સમૃદ્ધિ માટે સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો જેણે કૃષિ ક્ષેત્રમાં મોટું પરિવર્તન સુનિશ્ચિત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું, સરકારે ખેતી, આરોગ્ય અને સિંચાઈ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે, જે ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે. શ્રી મોદીએ કહ્યું કે ખેડૂતોના કલ્યાણ માટે સરકારના પ્રયાસો આગામી સમયમાં વધુ મજબૂતી સાથે ચાલુ રહેશે.
Site Admin | જૂન 7, 2025 3:12 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
