પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને કેનેડાના કનાનાસ્કિસમાં યોજાનારી G-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્નેએ ગઈકાલે શ્રી મોદીને ફોન કરીને સંમેલનમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ શ્રી કાર્નેને તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ અભિનંદન આપ્યા હતા અને સંમેલનના આમંત્રણ બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત અને કેનેડા પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે નવા જોશ અને ઉત્સાહ સાથે કામ કરશે કારણ કે બંને દેશોના લોકો વચ્ચે ગાઢ સંબંધ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ સંમેલન સમયે કેનેડાના પ્રધાનમંત્રીને મળવા માટે આતુર છે.ઓટાવામાં પત્રકારો સાથે વાત કરતા કેનેડાના પ્રધાનમંત્રી કાર્નેએ કહ્યું કે G-સાત શિખર સંમેલન ખાસ કરીને ઉભરતા અને વિકાસશીલ દેશો વચ્ચે ભાગીદારી વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. સંમેલનમાં તેની હાજરી મહત્વપૂર્ણ રહેશે અને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા છે. G-સાત શિખર સંમેલન પંદર થી સત્તર જૂન દરમિયાન કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસમાં યોજાશે.
Site Admin | જૂન 7, 2025 8:51 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને કેનેડાના કનાનાસ્કિસમાં યોજાનારી G-સાત શિખર સંમેલનમાં ભાગ લેશે
