પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશ હવે રેલ્વે નેટવર્ક દ્વારા જોડાઈ ગયો છે. શ્રી મોદીએ આજે જમ્મુ અને કાશ્મીરના કટરા ખાતે ચેનાબ પુલ અને અંજી પુલનું ઉદ્ઘાટન કર્યા બાદ આ નિવેદન આપ્યું હતું.
શ્રી મોદીએ 46,000 કરોડ રૂપિયાથી વધુના સંખ્યાબંધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરી રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે આ વિકાસ પ્રોજેક્ટ્સ જમ્મુ અને કાશ્મીરની પ્રગતિને નવી ગતિ આપશે. શ્રી મોદીએ ઉમેર્યું કે, ચેનાબ અને અંજી પુલ જમ્મુ અને કાશ્મીર માટે સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે સેવા આપશે. પ્રધાનમંત્રીએ શ્રીનગરથી માતા વૈષ્ણોદેવી- કટરા વચ્ચે વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
શ્રી મોદીએ નોંધ્યું કે ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લાઈન પ્રોજેક્ટ ફક્ત એક નામ નથી, પરંતુ આ પ્રદેશની નવી તાકાતની ઓળખ અને ભારતની વધતી જતી શક્તિની ઘોષણા છે.
પ્રધાનમંત્રીએ 22 એપ્રિલની આતંકી ઘટનાને ટાંકી કહ્યું કે પાકિસ્તાને પહલગામમાં ઈન્સાનિયત અને કાશ્મીરીયત બંને પર હુમલો કર્યો, ઘણા કાશ્મીરી પરિવારોને આજીવિકા પૂરી પાડતા પર્યટન ક્ષેત્રને નિશાન બનાવ્યું.
Site Admin | જૂન 6, 2025 7:52 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં 46 હજાર કરોડ રૂપિયાથી વધુનાં અનેક વિકાસ કાર્યોનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું
