પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બની ગયું છે. ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આંતર-રાષ્ટ્રીય હવાઈ પરિવહન સંગઠન, IATAની 81મી વાર્ષિક સામાન્ય સભા અને વિશ્વ હવાઈ પરિવહન સંમેલનને સંબોધતા, શ્રી મોદીએ જણાવ્યું કે, ભારત અવકાશ-ઉડ્ડયન સંકલનમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી રહ્યું છે. તેમણે ઉમેર્યું કે નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં છેલ્લા દાયકામાં ઐતિહાસિક પ્રગતિ જોવા મળી છે. શ્રી મોદીએ કહ્યું કે, ઉડાન યોજનાની સફળતા ભારતીય નાગરિક ઉડ્ડયનમાં એક સુવર્ણ પ્રકરણ છે. આ પ્રસંગે, નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે સરકાર આગામી પાંચ વર્ષમાં દેશમાં 50 વધુ એરપોર્ટ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. રવિવારથી શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંગઠન કાર્યક્રમ આજે પૂર્ણ થશે.
Site Admin | જૂન 3, 2025 8:46 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, હવે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક ઉડ્ડયન બજાર બન્યુ
